
– મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર અને તેના સાગરિતોના નામ ઉમેરી ધરપકડ કરવા માંગ
– ગુનાની તપાસને અલગ-અલગ રીતે ફેરવી પોલીસ ટાઈમપાસ કરતી હોવાનો રોષ ઠાલવ્યો, ગુજરાતભરનો કોળી સમાજ બગદાણામાં ભેગો થશે
મહુવા : બગદાણાના સરપંચના દિયર નવનીતભાઈ ઉપર થયેલા હુમલાને ૨૦ દિવસ જેવો સમય થવા આવ્યો છતાં આ ચકચારી કેસમાં પોલીસ ‘મગનું નામ મરી’ નથી પાડતી, બીજી તરફ કોળી સમાજ પણ ન્યાયની અડગ લડત ચલાવી રહ્યો છે. તેવામાં મહુવા તાલુકાના કોળી સજમાના રાજકીય અને સામાજિક આગેવાનોએ એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
જેમાં ગત ૨૯-૧૨ના રોજ નવનીતભાઈ બાલધિયાને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યાની ઘટના સામે રોષ ઠાલવી અનેક પુરાવાઓ હોવા છતાં ગુનાના મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર અને તેના સાગરિતો સામે પોલીસ કાર્યવાહી કરતી નથી.
