
Panam Dam Panchmahal : પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના 2 નંબરના દરવાજામાં રબર સીલ લીકેજ થતાં બદલવામાં આવ્યો છે. આમ જૂનો દરવાજો કાઢી નવો દરવાજો નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. થોડા સમય અગાઉ 2 નંબરના દરવાજામાં રબર સીલ લીકેજ થવાના કારણે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાનમ ડેમમાં રબર સીલ લીકેજ થતાં 2 નંબરનો દરવાજો બદલાયો
મળતી માહિતી મુજબ, પંચમહાલના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમના 2 નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર સીલ લીકેજ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
