
Jamnagar News : ગુજરાત ATS અને જામનગર SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પંજાબ રાજ્યના હત્યાના એક ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી જામનગરના મેઘપર વિસ્તારમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરીને છૂપાયેલો હતો.
અમૃતસરમાં હત્યા કરીને આરોપી ફરાર થયો હતો
ગત મહિને પંજાબના અમૃતસરના A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, બિક્રમજીતસિંઘ અને જોનની પંજાબ પોલીસે અટકાયત કર્યા બાદ, તેમણે અન્ય વોન્ટેડ આરોપી તરીકે લવપ્રિતસિંઘ હરજીતસિંઘનું નામ આપ્યું હતું.
