પતંગ દોરા ભરાઈ જવાના કારણે વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ વીજ વાયરોમાં દોરા ભરાઈ જવાથી લાઈનો ટ્રિપ થવાના કારણે વીજળી ગુલ થવાની ફરિયાદોમાં રોજ કરતા ત્રણ ગણો વધારો થયો હતો.

મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે,સામાન્ય રીતે  વીજ પુરવઠો ખોરવાઈ જવાની રોજની ૧૫૦ જેટલી ફરિયાદો મળતી હોય છે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં આવી ૯૦૦ જેટલી ફરિયાદો મળી હતી.જેના કારણે વીજ કંપનીનો સ્ટાફ દોડતો રહ્યો હતો.મોટાભાગે પતંગોના દોરા ભરાઈ ગયા બાદ દોરા ખેંચવાના કારણે બે વીજ વાયર એક બીજાને અડી જતા હોવાથી વીજ  સપ્લાય બંધ થતો હોય છે.જોકે મોટાભાગના  કિસ્સાઓમાં વીજ પુરવઠો તરત જ ચાલુ કરી દેવાયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *