
– ડી-ક્લાસિફાઇડ નેશનલ સિક્યુરિટી આર્કાઈવ્ઝનો વિસ્ફોટ
– સ્લોવાનિયામાં 16 જૂન 2001ના દિને બ્રનો કેસલમાં મંત્રણા દરમિયાન પુતિને બુશને કહ્યું : ‘પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે, લોકશાહી નથી’
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ સાથેની મંત્રણામાં રશિયાના પ્રમુખ પુતિને પરમાણુ શસ્ત્રો ધરાવતા પાકિસ્તાન અંગે ચિંતા વ્યકત કરતાં તે સમયની પાકિસ્તાનની મુશર્રફ સરકારને પરમાણુ શસ્ત્રો સાથેની લશ્કરી ટોળકી કહી હતી.
અમેરિકાનાં નેશનલ સિકયુરીટી આર્કાઇવ્ઝને ૨૫ વર્ષ પછી ડી-ક્લાસિફાઇડ કરાઈ તેમાં આ માહિતી મળી આવી છે. આ ડી-ક્વોલિફિકેશન એક કાનુની કેસમાં કોર્ટે આપેલી પરવાનગી પછી, આ માહિતી બહાર પડી છે.
