
India Reject Pakistan Claimed Over Minorities : ભારતે આજે (29 ડિસેમ્બર) પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ભારતમાં લઘુમતીઓ પર થતા કથિત હુમલાઓ અંગેના નિવેદનોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતા પાકિસ્તાનને પોતાના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો તરફ ધ્યાન આપવા જણાવ્યું છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, જે દેશનો પોતાનો રેકોર્ડ લઘુમતીઓના અધિકારો બાબતે અત્યંત ખરાબ છે, તેણે બીજા પર આંગળી ચીંધવી જોઈએ નહીં.
પાકિસ્તાનની કરતૂત જગજાણીતી : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે (Randhir Jaiswal) પાકિસ્તાની પ્રવક્તા તાહિર અંદ્રાબીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘અમે તે દેશની ટિપ્પણીઓને ફગાવીએ છીએ જેનો આ મામલે રેકોર્ડ પહેલેથી જ ખરાબ છે.
