
Pakistan Former ISI DG Faiz Hameed News : પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ચીફ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદને મિલિટરી કોર્ટે 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમને તેમને રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થવા, ઑફિશિયલ સિક્રેટ ઍક્ટનું ઉલ્લંઘન કરવા અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. રાવલપિંડીમાં 11 ડિસેમ્બર, 2025ના રોજ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ દ્વારા આ માહિતી અપાઈ હતી.
15 મહિના સુધી ચાલી કોર્ટ માર્શલ પ્રક્રિયા
પાકિસ્તાન આર્મી ઍક્ટ હેઠળ ઑગસ્ટ 2024માં ફૈઝ હમીદ વિરુદ્ધ 15 મહિના લાંબી કાનૂની કાર્યવાહી શરુ કરાઈ હતી.
