પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે સતત ગોળીબારી જબરજસ્ત તોપમારો : ખુલ્લા યુદ્ધના ભણકારા

📅 Published: December 7, 2025 | 📂 Category: Uncategorized


– શુક્રવારે આખી રાત બંને દેશો વચ્ચે સતત ગોળીબારી અને તોપમારો ચાલુ રહ્યો : બંનેએ એકબીજા ઉપર યુદ્ધવિરામ ભંગના આક્ષેપો કર્યા

નવી દિલ્હી : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શુક્રવારે આખી રાત સતત ગોળીબારી ચાલુ રહી હતી અને બંને તરફથી સામસામો જબરજસ્ત તોપમારો પણ ચાલુ રહ્યો હતો આના કારણે બંને દેશો વચ્ચે ખુલ્લા યુદ્ધ જેવી જ પરિસ્થિતિ ઉભી થઈ હતી જો કે, રાતના આ યુદ્ધ થયું હોવાની જાનમાલની નુકસાનીનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

યુદ્ધ નિષ્ણાતો તેમ પણ કહે છે કે, ગઈકાલે ફૂલ-મુન પછીનો બીજો જ દિવસ હોવાથી બંને તરફથી સ્થાનિક સેના અધિકારીઓએ ચંદ્રપ્રકાશનો લેવાય તેટલો લાભ લઈ ‘સામાવાળા’ને વધુમાં વધુ નુકસાન કરવા માટે જબરજસ્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી દીધી હશે.

ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે બે મહિના પૂર્વે યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી પરંતુ બેમાંથી એક પણ પક્ષે તે યુદ્ધવિરામ પાળ્યો જ નથી તેટલું જ નહીં પરંતુ યુદ્ધવિરામ ભંગ માટે એક બીજા પર આક્ષેપ મૂકતા રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *