અમદાવાદ,રવિવાર
કૃષ્ણનગરમાં રહેતા શ્રમજીવી યુવકે સોસાયટીના કમિટી મેમ્બરના ત્રાસથી ટંકાળીને નર્મદા કેનાલમાં ઝંપાલાવીને આપઘાત કર્યો હતો. પડોશી બે સભ્યો પાણીના બીલ ના ભરી શકતા હોય તો જીવી શકાય નહી કહીને કનેશકન કાપવા ધમકી આપીને ત્રાસ આપતા હતા. યુવકે આત્મહત્યા કરતા પહેલા ફેસબુક ઉપર વિડિયો વાયરલ કર્યોે હતો. કૃષ્ણનગર પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છ મહિનાનું પાણીનું બિલ બાકી ના ભરી શકાય તો જીવાય નહી કહી કનેકશન કાપવાની ધમકી આપેલી
