
– દુકાનમાંથી બીડી નહીં કાઢી આપતા માર મારી ધમકી આપી હતી
– પોણા 6 વર્ષ પૂર્વેની ઘટનામાં પાલિતાણા કોર્ટે ચુકાદો આપ્યો
ભાવનગર : પાલિતાણામાં પોણા છ વર્ષ પૂર્વે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદમાં બે આરોપીને બે વર્ષ સાદી કેદની સજાનો હુકમ થયો છે.
પાલિતાણાના હવામહેલ રોડ પર ઘંટી ચલાવતા ભાવેશભાઈ મનજીભાઈ રાઠોડના ભાઈએ ગત તા.૧૧-૪-૨૦૨૦ના રોજ સાંજના સમયે કનુ ભૂપતભાઈ મકવાણા નામના શખ્સને દુકામાંથી બીડી નહીં કાઢી આપતા તે બાબતની દાઝ રાખી કનુ મકવાણા અને ભાર્ગવ બળવંતસિંહ ઉર્ફે બળુભાઈ ઝાલા નામના શખ્સોએ સગીર અને તેના પિતાને ધોકા-પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
