પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


ગાંધીનગર નજીક આવેલા

વરસોડા ગામના ચાર યુવાનો સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર: ગાંધીનગરના પીંડારડા પાટીયા પાસે અદાવત રાખીને એક યુવક અને તેના પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગના વરઘોડામાં થયેલી બોલાચાલીનું સમાધાન કરવા ગયેલા યુવકની ગાડીના કાચ પથ્થરો મારી તોડી નાખવામાં આવ્યા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પીપળજ ગામના રહેવાસી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પ્રતિકસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાના કાકાના દીકરા જયપાલસિંહને ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન જયવીરસિંહ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *