
US-Russia Relations: અમેરિકામાં સત્તા પરિવર્તન સાથે જ વૈશ્વિક રાજનીતિના સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની નવી ‘રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના’ જાહેર કરી છે, જેમાં રશિયાને હવે અમેરિકા માટે ‘સીધો ખતરો’ માનવામાં આવ્યું નથી. ટ્રમ્પના આ નિર્ણયથી મોસ્કોમાં ખુશીનો માહોલ છે, જ્યારે યુક્રેન અને યુરોપિયન દેશોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.
દુશ્મનાવટ છોડી સહકાર પર ભાર
વર્ષ 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ અમેરિકા સતત રશિયાને આક્રમક દેશ તરીકે જોતું આવ્યું હતું.
