
જેતપુર ગત તા.10મીએ મળેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો
પોલીસે ઈન્વેસ્ટિગેશનમાં વિધવાનો ફોટો સુરત રહેતા ભાઈને મોકલતા ઓળખી બતાવી ફરિયાદ નોંધાવી
જેતપુર: અહી રબારિકા રોડ પર ડાઈંગના કારખાનામાં ઓરડીમાં પુનર્લગ્ન વગર રીલેશનશીપમાં રહેતી વિધવાની સાથે બોલાચાલી થયા બાદ પુરૂષ મિત્રે ગળાટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ લાશને કારખાનાની દીવાલ પાસે ફેંકી દેવાતા પોલીસને આ લાશ મળી આવી હતી જેનો ભેદ ત્રણ દિવસ બાદ ઉકેલાઈ ગયો છે.
રબારિકા રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં સગુણા પ્રિન્ટ નામના ડાઈંગ કારખાનામાં કામ કરતા ગજાધરસિંહ ઉર્ફે મામુ નામના શખ્સે લગ્ન વગર પત્ની તરીકે રહેતી અનિતાબેન રાઠોડ નામની ચાલીસ વર્ષીય મહિલાની હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
