
વડોદરાઃ ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક સબંધો મજબૂત કરવાના ભાગરુપે બંને દેશની સરકારો વચ્ચે સહમતી સધાઈ છે.જેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા.શ્રીલંકાના કોલંબોમાં યોજાનારા બુધ્ધિસ્ટ એક્ઝિબિશનમાં આ અસ્થિ ભાવિકો દર્શન કરી શકે તે માટે મૂકવામાં આવશે.
