
Pension Scheme : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS)ના ગ્રાહકોને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)નો વિકલ્પ પસંદ કરવા માટે 30 નવેમ્બર-2025 સુધીમાં અરજી જમા કરાવવાનું યાદ અપાવ્યું છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, આ વિકલ્પ પસંદ કરવાની આ અંતિમ સમયમર્યાદા છે, ત્યારબાદ નવી યોજનાનો લાભ ઉઠાવવાની તક સમાપ્ત થઈ જશે.
UPSની વિશેષતાઓ
યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને UPSનો લાભ મળશે. જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે.
