
– હજુ ત્રણ દિવસ જ પહેલા જ નેટફલિક્સ નિશ્ચિત જણાતું હતું
– નેટફલિક્સે 83 અબજ ડોલરની ઓફર સાથે સોદો લગભગ નિશ્ચિત કર્યો હતો
લોસ એંજલસ : હજુ ત્રણ દિવસ પહેલા જ હોલિવુડની ફિલ્મ અને મનોરંજનની દુનિયાની અગ્રણી નિર્માણ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને ખરીદવા માટે ઓટીટી કંપની નેટફલિકસે ૮૩ અબજ ડોલર સાથે ખરીદવાની તૈયારી બતાવી છે ત્યારે આ ડીલ આખરી પ્રક્રિયા તરફ આગળ ધપે તે પહેલા કોર્પોરેટ જગત ચોંકી જાય તેટલી ૧૦૮ અબજ ડોલરની રકમ અન્ય હોલીવુડ નિર્માણ કંપની પેરેમાઉન્ટ સ્કાયડાન્સે વોર્નર બ્રધર્સને ખરીદવાની ઓફર કરી છે.
નેટ ફલિક્સે વોર્નર બ્રધર્સને શેર દીઠ ૨૭.૨૫ ડોલર ઓફર કર્યા હતા ત્યારે પેરેમાઉન્ટ કંપનીના સીઈઓ ડેવિડ એલિસને વોર્નર બ્રધર્સના એક શેર માટે અમે ૩૦ ડોલર ચુકવવા તૈયાર છે તેમ જણાવી રેસમાં ઝૂકાવ્યું હતું.
