'પોતાની મરજીથી વેપાર કરીશું', ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન

📅 Published: February 8, 2026 | 📂 Category: Uncategorized


RSS Chief Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અધ્યક્ષ મોહન ભાગવતે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ અંગે બેબાક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે દુનિયાથી અલગ થલગ ન રહી શકીએ, પણ લેણદેણ કરીશું તે આપની મરજીથી કરીશું, કોઈ ના પણ દબાણમાં આવીને નહીં કરીએ ન તો ટેરિફ જોઈને નિર્ણય કરીશું, આપણે જે ખરીદી કરીશું તે આપણાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરનારી હશે. આપણે સ્વદેશી અપનાવીશું, જ્યાં કોઈ વિકલ્પ ન હોય ત્યાં જ વિદેશી વસ્તુઓ વાપરીશું.

‘આંતર રાષ્ટ્રીય વેપારમાં લેણ દેણ કરવી પડે’

મહત્વનું છે કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 7 ફેબ્રુઆરી 2026ના રોજ સંઘ યાત્રાના 100 વર્ષ પૂર્ણ થવા પર વ્યાખ્યાનમાલાને સંબોધન કરતાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ વાત કરી હતી, ટેરિફ અંગે કહ્યું કે, નીતિના સ્તર પર આપણે એ કહી શકીએ કે આંતર રાષ્ટ્રીય વેપારમાં લેણ દેણ કરવી પડે, નીતિ ઘીરે ઘીરે ચાલી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *