
– 1947થી રશિયા ભારતનું પરંપરાગત મિત્ર રહ્યું છે
– રશિયાની રેડ ટ્રાન્સફર અને સંયુક્ત ઉત્પાદન ભારતની સંરક્ષણ ક્ષમતા તથા આત્મનિર્ભરતાને પુષ્ટિ આપશે : ન્યૂકિલયર સમજવી મહત્વની છે
નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની તા. ૨૪-૫ ડિસેમ્બરની ભારત યાત્રા અતિ મહત્વની બની રહી છે. તેઓ ૨૩મી ભારત-રશિયા શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવા ભારત આવી રહ્યા છે. જેમાં ઊર્જા, વ્યાપાર અને સૌથી વધુ સંરક્ષણ ક્ષેત્ર વિષે ચર્ચા થવાની છે.
