
Vadodara Murder Case : વડોદરા તાંદલજા વિસ્તારમાં પતિની હત્યાના બનેલા ઘાતકી બનાવમાં પોલીસ દ્વારા હત્યારી પત્ની પાસે બનાવનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
તાંદલજાના ચોતરાવાળા ફળિયામાં રહેતી ત્રણ સંતાનની માતા ગુલબાનુ બંજારાએ મુંબઈ ખાતે રહેતા મૂળ યુપીના વતની એવા પ્રેમી તૌસિફને પામવા માટે નડતરરૂપ બનતા પતિ ઈર્શાદની ઘાતકી હત્યા કરી હતી.
પતિનું કાસળ કાઢવા માટે ગુલબાનુએ ગઈ તા.18મી તેના પ્રેમીને મુંબઈથી વડોદરા બોલાવ્યો હતો.
