ફરતું પશુ દવાખાનું‎ બન્યું આશીર્વાદ સમાન:કદવાલ ગામમાં વિયાણમાં તકલીફ પડતા ઢોરની સફળ સારવાર કરાઇ

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

રાજયના પશુપાલન વિભાગ અને ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી છોટાઉદેપુર જિલ્લામાં 10 ગામ દીઠ ફરતું પશુદવાખાનું શરૂ કરાયું છે. જે છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયું છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાના કદવાળ ગામના રહીશ ભાવેશભાઈ બારીયાની ભેશને પ્રસુતિ તકલીફ પડતા તેમણે પશુ હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કર્યો એટલે કદવાળ લોકેશન ઉપરથી 1962ની ટીમ તાત્કાલિક તેમના ઘરે પહોંચી હતી. ફરજ પરના ડૉ. નયન બરંડા તથા તેમના પાયલોટ કમ ડ્રેસર મોશીન અલી મકરાણી ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ ભેંશનું નિરીક્ષણ કરતા બચ્ચું અંદર ઊંધું હતું અને બચ્ચું મરણ પામેલ હતું તથા બચ્ચું ફૂલી ગયું હતું. એક કલાક જેટલી મહા મહેનત બાદ બચ્ચું સફળતા પૂવર્ક બહાર ખેંચીને ભેંશનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂરી ઈન્જેક્શન આપ્યા હતા. આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ 1962નો લાભ લીધેલ હતો. તેમણે ગુજરાત સરકારની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર રૂપેશભાઇ અને પ્રોગ્રામ મેનેજર ડો. પંકજ મિશ્રાએ આ કાર્યની પ્રશંસા કરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *