થોડા મહિનાઓ પહેલાં જ ગુજરાત પોલીસે અમદાવાદ સહિતના શહેરોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધીને તેમને પરત બાંગ્લાદેશ રવાના કરવાની કવાયત શરૂ કરી હતી. જેમાં સૈંકડો ઘૂસણખોરોને પરત રવાના કરી દેવાયા હતા. તે સમયમાં જ દિલ્હી બ્લાસ્ટ કેસમાં પણ બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવી રહી છે. જેને પગલે ફરી એક વખત બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ વેગવંતી બનાવવામાં આવી છે. એજન્સી દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ કરવામાં આવી રહી છે. બ્લાસ્ટમાં બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનની પણ સંડોવણી
અમદાવાદના ચંડોળા આજુબાજુ પોલીસ અને મહાનગર પાલિકાના મેગા ડિમોલીશન દરમિયાન સ્થાનિક વિસ્તારના લાલા પઠાણ અને તેના દીકરા ફતેહ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપતા હતા. ઘણા ઘૂસણખોરો બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ સામે આવી હતી. દિલ્હીમાં લાલ કિલ્લા આગળ થયેલા બ્લાસ્ટની દેશભરમાં તપાસ ચાલી રહી છે. જુદા-જુદા શહેરોમાંથી ઘણા આતંકવાદી તત્વોને ઝડપી લેવામાં આવી રહ્યા છે. તે દરમિયાન તપાસ એજન્સીઓના ધ્યાને એવી વિગતો આવી છે કે, આ બ્લાસ્ટમાં બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનની પણ સંડોવણી છે. આ બ્લાસ્ટ માટે લોજિસ્ટિક સપોર્ટ ચોક્કસ આતંકવાદી સંગઠન દ્વારા આપવામાં આવ્યો હતો અને બ્લાસ્ટ સમયે બાંગ્લાદેશી આતંકવાદ સંગઠનના કેટલાક આતંકવાદીઓ દિલ્હીમાં શંકાસ્પદ રીતે હાજર હતા. તાજેતરમાં જ સોલા પોલીસે પણ 17 બાંગ્લાદેશી ઘુસણખોર મહિલાઓને શોધી
આ ઘટના બાદ હવે એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરો અને આતંકવાદી સંગઠનની સંડોવણીની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘુસણખોરો વસવાટ કરી રહ્યા છે. તેથી તેમને શોધી કાઢી તેમના દેશમાં રવાના કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદનું ચંડોળા તો બાંગ્લાદેશી આતંકવાદીઓનું આશ્રયસ્થાન ગણાતું હતું. આ ઉપરાંત સરદારનગર, નારોલ તથા શહેરના ચોક્કસ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઉપસ્થિતિ નજરે પડતી હતી. તાજેતરમાં જ સોલા પોલીસે પણ 17 બાંગ્લાદેશી ઘુસણખોર મહિલાઓને શોધી કાઢી હતી. ક્રાઈમ બ્રાંચે પણ ચંડોળામાં સર્ચ કરીને ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરી
ફરીથી બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધવાની કવાયત શરૂ થતાં તેમને આશ્રય આપનારા દોડતા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ ચંડોળામાં સર્ચ કરીને ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરી હતી.જ્યારે ઘુસણખોરોને આશ્રય આપનારા તેઓને બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ કાઢાવી આપતા હતા. જેના અંગેની તપાસ ચાલુ છે. હાલ ફરીથી બાંગ્લાદેશી ઘુસણખોરોની તપાસ ચલાવવામાં આવી રહી છે અને તેમાં કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવશે.
ફરી એકવાર બાંગ્લાદેશીઓની તપાસ શરૂ:દિલ્હી બ્લાસ્ટ કેસમાં બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવતાં બાંગ્લાદેશ ઘુસણખોરોની તપાસ ચાલુ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
