
Five Key Changes from Today: પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તેની સાથે જ પાંચ મોટા ફેરફારો અમલી બન્યા છે. જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ FASTag અને એરલાઇન ઇંધણના ભાવમાં રાહત મળી છે.
પહેલો ફેરફાર: LPG સિલિન્ડર મોંઘા થયા
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને ફેબ્રુઆરીના પહેલી ફેબ્રુઆરી, 2026ના રોજ નવા LPG ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. બજેટના દિવસે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો, જેનાથી તે 50 રૂપિયા મોંઘો થયો.
