
Jayraj Ahir and Navneet Baldhiya Case: ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં આરોપી જયરાજ આહીરને મોટો ઝટકો પડ્યો છે. માયાભાઈ આહીરના પુત્ર જયરાજની જામીન અરજી મહુવા કોર્ટ ના મંજૂર કરી ફગાવી દીધી છે. જયરાજ આહિરને 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે ભાવનગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ગઇકાલે 24 જાન્યુઆરીના રોજ SITની તપાસ દરમિયાન આઈજી ઓફિસમાં બીજી વખત હાજર થયેલા માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. 19 જાન્યુઆરી 2026ના ફરિયાદી નવનીત બાલધિયાનું નિવેદન લેવામાં આવ્યું હતું.
