
Saudi Arabia Mining Investment : વિશ્વના રાજકીય અને આર્થિક સમીકરણોમાં અત્યારે મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ‘રેર અર્થ મિનરલ્સ’ માટે ગ્રીનલેન્ડ સાથે ઐતિહાસિક વેપાર કરાર કરીને ચીનના એકતરફા શાસનને પડકારવાની તૈયારી કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સાઉદી અરેબિયાએ ખનિજ ક્ષેત્રે એવી મોટી જાહેરાત કરી છે, જેનાથી ચીનની ઊંઘ હરામ થવાની સાથે ટ્રમ્પના ટેન્શનમાં પણ વધારો થયો છે. તેલના કુવાઓ પર નિર્ભર રહેતા સાઉદી અરેબિયાએ હવે ‘રેર અર્થ મિનરલ્સ’ના ઉત્પાદનમાં વૈશ્વિક લીડર બનવાની ઝડપી તૈયારી શરૂ કરી દીધી છે.
સાઉદીની માડેન કંપનીનું 110 અબજ ડોલરનું રોકાણ
તાજેતરમાં યોજાયેલા ફ્યુચર મિનરલ્સ ફોરમમાં સાઉદી અરેબિયાની સરકારી માઈનિંગ કંપની માડેન (Maaden)એ આગામી 10 વર્ષમાં ખનિજ ક્ષેત્રે 110 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત કરી છે.
