
– હિન્દુઓ પર અત્યાચાર-હત્યાનો સીલસીલો યથાવત્
– અમૃતને ટોળાએ મારપીટ કરી મારી નાંખ્યો, સાથી સલીમને પોલીસને સોંપ્યો : માંડલ ખંડણીની વસૂલાત કરતો હોવાનો આક્ષેપ
ઢાકા : બાંગ્લાદેશમાં ઓગસ્ટ ૨૦૨૪માં તત્કાલિન વડાંપ્રધાન શેખ હસિનાના તખ્તા પલટ પછીથી હિન્દુઓ વિરુદ્ધ અત્યાચાર અને હત્યાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શેખ હસીના વિરુદ્ધ આંદોલન કરનારા કટ્ટરવાદી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા પછી બાંગ્લાદેશમાં ફરીથી હિન્દુઓની હત્યા શરૂ થઈ છે. દીપુચંદ્ર દાસ, શ્યામ મજૂમદાર પછી હવે વધુ એક હિન્દુ અમૃત માંડલની ટોળાએ મારપીટ કરીને હત્યા કરી છે.
