
શહેર નજીક બાજવા ગામ ખાતે રેલવે ઓવરબ્રિજ પર લાઈટની સુવિધા ન હોવાથી વાહન ચાલ કો પરેશાન થઈ રહ્યા હોઈ લાઈટની વ્યવસ્થા ઊભી કરવા માગ ઉઠી છે.
બાજવા ગામમાં દ૨ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રેલવે ઓવર બ્રિજને બન્યા છ વર્ષ અને ખુલ્લો મુક્યાને બે વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ બ્રિજ પર લાઈટની સુવિધા ઉપલબ્ધ નથી. તંત્રની ઉદાસીનતા કારણે બ્રિજ ઉપર અંધારું છવાયેલું રહે છે, અને અકસ્માતોની ઘટનાઓ ઘટે છે.
બ્રિજ પર લાઈટ ન હોવાને કારણે રાત્રિના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
