
– બિસ્માર માર્ગો, ડ્રેનેજ લાઇન નથી, 5 વર્ષથી સ્ટ્રીટ લાઇટ બંધ
– મિનરલ અને કેમિકલના ઉદ્યોગોની સાથે લાકડાં અને લોઢાના કારખાના ચલાવતા ઉદ્યોગકારોની કફોડી દશા
બાલાસિનોર : મહિસાગરના તાલુકા મથક બાલાસિનોરની ૫૪ વર્ષ જૂની જીઆઇડીસી રામ ભરોસે ચાલી રહી હોય તેવી સ્થિતિ છે. અહીં ઉદ્યોગકારોને એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિણામે અડધા કારખાના બંધ થઇ જાય તેવી હાલત છે. ઉદ્યોગકારો દ્વારા જીઆઇડીસી તંત્ર અને સરકારને રજૂઆતો કરવામાં આવી રહી છે.
