
– કુખ્યાત બાળ જાતીય શોષણ ગુનેગાર એપ્સટિનની ફાઈલોથી હોબાળો, વધુ ઘટસ્ફોટની શક્યતા
– તસવીરોમાં દેખાતી હસ્તીઓએ કોઈ ગૂનો કર્યો હોવાનું જણાતું નથી : યુએસ હાઉસ ઓવરસાઈટ કમિટિ
– ઓવરસાઈટ સમિતિ પાસે જેફરી એપ્સટીન કેસની 95,000થી વધુ તસવીરો : ટ્રમ્પ સરકાર સત્તાવાર રીતે દસ્તાવેજો જાહેર કરશે
વોશિંગ્ટન : અમેરિકામાં બાળકોના જાતીય શોષણનો કુખ્યાત ગૂનેગાર જેફરી એપસ્ટિન ફરી સમાચારો છે. અમેરિકાના હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટિક સભ્યોએ જેફરી એપ્સટિન સાથે સંકળાયેલી ૬૮ નવી તસવીરો જાહેર કરી છે, જેમાં સૌથી પહેલા બિલ ગેટ્સનું નામ ચર્ચામાં છે. આ તસવીરમાં બિલ ગેટ્સને એક સગીર છોકરી સાથે જોઈ શકાય છે.
