બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ 'પાવર' હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Bihar Minister Portfolio : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત બાદ જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપદ લઈ લીધા બાદ હવે વિભાગોની પણ વહેંચણી થઈ ગઈ છે. આમાં ભાજપને 14 વિભાગ, જેડીયુને નવ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ને બે, RLM અને HUMને 1-1 વિભાગ અપાયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે લગભગ 20 વર્ષના લાંબા ગાળા બાદ ગૃહ મંત્રાલય છોડ્યું છે અને આ અત્યંત સંવેદનશીલ જવાબદારી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે.

વર્ષ 2005માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી નીતિશ કુમારે દરેક કાર્યકાળમાં ગૃહ મંત્રાલય પોતાની પાસે જ રાખ્યું હતું. કાયદો અને વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા અને વહીવટી નિયંત્રણ જેવા સંવેદનશીલ મામલાઓ પર તેઓ સીધી નજર રાખતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *