
બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિયેશન)ની એપેક્સ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક આજે બીસીએ ઓફિસ ખાતે મળી હતી. જેમાં એસોસિયેશનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બીસીએના પ્રમુખ પ્રકાવ અમીને જાહેરાત કરી હતી કે, બીસીએની ચૂંટલી તા. ૧૫ ફેબ્રુઆરીએ યોજાશે. પ્રમુખદ્વારા તમામ કાઉન્સિલ સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણીની તારીખ માટે સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.
