બોટાદ કલેક્ટર કચેરીમાં સરદાર સ્મૃતિ વન બન્યું:સરદાર પટેલની 150મી જન્મજયંતિએ 562 વૃક્ષો રોપાયા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘સરદાર સ્મૃતિ વન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત કચેરી પરિસરમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી પરિસર વધુ હરિયાળું અને મનોહર બન્યું છે. આ હરિયાળી પહેલ સામાજિક વનીકરણ રેન્જ, બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના સંયુક્ત આયોજન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, અધિક નિવાસી કલેક્ટર પી.એલ.ઝણકાત, જિલ્લા નાયબ વન સંરક્ષક સરવૈયા, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, 150થી વધુ બાળકોએ પણ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીને પર્યાવરણ સુરક્ષા સાથે જોડીને સકારાત્મક સંદેશ આપવાનો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *