
– ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલામાં મૃત્યુ આંક વધીને 16 થયો
– પોલીસે આતંકીઓની કારમાંથી વિસ્ફોટકો અને આઇએસનો ઝંડો જપ્ત કર્યો, ત્રીજા આતંકીની પોલીસે શોધખોળ આદરી
સિડની : ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ આંક વધીને ૧૬ થઈ ગયો છે. પોલીસને એવી આશંકા છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો આતંકવાદી બાપ-દીકરો ઉપરાંત એક ત્રીજો આતંકવાદી પણ સંડોવાયેલો હતો. તેની શોધખોળ શરૂ કરી છે. બાપ-દીકરામાંથી એક ઈજાગ્રસ્ત બન્યો હતો એટલે પોલીસે તેની ધરપકડ કરી હતી.
