
– લક્ષ્મી મિત્તલ, નિકોલાઇ સ્ટોરોન્સ્કી અને નસીફે બ્રિટન છોડયું
– રીવ્સના મેન્સન ટેક્સના લીધે ધનકુબેરો દેશ છોડતા 30 લાખથી લઈને 1.1 કરોડ પાઉન્ડ સુધીની પ્રાઇવેટ એસ્ટેટો વેચાવવા લાગી
લંડન : બ્રિટનમાં મેન્સન ટેક્સ સુપરરિચ લોકોને ભારે પડી રહ્યો છે. તેના કારણે કેટલાય સુપર રિચ બ્રિટિશરોએ દેશમાંથી વિદાય લેવા માંડી છે. તેમા ભારતીય મૂળના અબજપતિ લક્ષ્મી મિત્તલ, નિકોલાઈ સ્ટોરોન્સ્કી અને એસ્ટોનવિલાના ઇજિપ્શીયન સહમાલિક નસીફ સાવિરિસ સહિતના કેટલાય ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.
