ભગવાનની મૂર્તિઓની આડમાં થતી હતી વિદેશી દારૂની હેરાફેરી, ગોરખધંધાનો પર્દાફાશ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • મૂર્તિઓની આડ લઇ જવાતો વિદેશી દારૂ માળીયામાં પકડાયો
  • દિલ્હીથી મુંદ્રા લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
  • ટ્રક અને દારૂ મોકલનાર સહિત બેના નામો બહાર આવ્યા

માળીયા પોલીસે ભગવાનની તૂટેલી મૂર્તિઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.જેમાં માળીયા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે ટ્રકમાં તૂટેલી મૂર્તિઓ હેઠળ છુપાવી દિલ્હીથી મુંદ્રા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને દારૂ, ટ્રક સહિત કુલ રૂ. 28.30 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ દારૂની હેરાફેરીમાં ટ્રક અને દારૂ મોકલનાર સહિત બેના નામો ખોલાવ્યાં છે.

માળીયા પોલીસે મૂર્તિઓ હેઠળ દારૂ છુપાવીને બુટલેગરોની ડિમાન્ડ પુરી કરવાના મલીન ઈરાદા ઉપર પાણી ઢોલ કરી દીધું હતું.જેમાં માળીયા પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ચુડાસમા તથા દશરથસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે અમદાવાદ તરફથી માળીયા મિયાણા તરફ આવતી અશોક લેલેન્ડ ટ્રકમાં પી.ઓ.પી.ની તૂટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દિલ્હીથી મુંદ્રા તરફ જતો હોવાની બાતમી મળી હતી

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને દારૂની હેરાફેરી કરનાર આરોપી ગોમારામ બગતારામ જાખડ (ઉ.વ. 29 ધંધો. ડ્રાઇવીંગ રહે.સનાવળા જાખડો કી ધાણી તા.જી. બાડમેર રાજસ્થાન)ને એક વિદેશી કંપનીની -3132 કિ.રૂ.11,74,5000, અન્ય બીજી કંપનીની બોટલો નંગ-1620 કિ.રૂ.6,48,000, અશોક લેલેન્ડ કંપનીની ટ્રક નંબર GJ-06-2-6377 કિ.રૂ.10,00,000 મોબાઇલ ફોન-01 કિ.રૂ.5000 તથા રોકડા રૂપિયા-3000 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. 28,30,500નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે ટ્રક આપનાર સ્વરૂપ પરીહાર (રહે.કલ્યાણપુર જી.બાડમેર રાજસ્થાન) અને માલ મોકલનાર લક્ષ્મીનારાયણના નામ ખોલાવી બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *