ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાની કામગીરી દરમ્યાન અચાનક મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો. અચાનક થયેલી આ દુર્ઘટનામાં એક કામદાર કાટમાળ નીચે દબાઈ જતાં સ્થળ પર દોડધામ મચી હતી. સ્થાનિક લોકોની જાણને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી કાટમાળમાં ફસાયેલા કામદારને બહાર કાઢ્યો હતો. સમયસરની કામગીરીને કારણે કામદારનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તથા પાલિકા તંત્ર દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..
ભરૂચમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી:કાટમાળ નીચે દબાયેલા કામદારને બહાર કાઢી ફાયર બ્રિગેડે જીવ બચાવ્યો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
