
Kumar Kanani: ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી અમલમાં છે. સરકાર દારૂ-ડ્રગ્સ મુક્ત ગુજરાતનો દાવો કરે છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, શહેરોથી માંડીને ગામડાઓ સુધી દારૂ-ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે. ડ્રગ્સ પકડીને સરકાર માત્ર ને માત્ર વાહવાહી લૂંટી રહી છે પણ અસરકારક કાર્યવાહીના નામે મિંડુ રહ્યુ છે. છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી રૂ.7350 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતું પણ આ ડ્રગ્સ કોનું હતું તે નક્કી કરી શકાયુ નથી. એટલું જ નહીં, ડ્રગ્સ માફિયાઓ સુધી પહોચવામાં ગુજરાત પોલીસના હાથ ટૂંકા પડ્યાં હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે.
