
– ભાજપે ચૂંટણી પંચ સમક્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો
– 2024-25માં લોકસભા, 8 રાજ્યોની વિધાનસભા અને પેટા ચૂંટણીમાં ભાજપે રૂ. 3,335.36 કરોડનો ખર્ચ કર્યો
નવી દિલ્હી : ભારત પર સતત ત્રણ વખતથી સત્તાના સૂત્રો સંભાળી રહેલા ભાજપ પાસે રૂ. ૧૦,૦૦૦ કરોડના મૂલ્યની રોકડ અને ડિપોઝીટ્સ છે તેમ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા પક્ષના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવાયું છે.
