
Vladimir Putin Message to Pakistan: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્ત્વપૂર્ણ કરારો થયા છે. આ ઉપરાંત, બંને દેશોએ આતંકવાદ, આર્થિક પડકારો અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
પાકિસ્તાનને પુતિન મેસેજ
સ્વદેશ રવાના થતા પહેલા પુતિને પાકિસ્તાનને આડકતરો સંકેત આપતા અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર અંગે મોટું નિવેદન આપ્યું છે.
