
– ગ્રીન કાર્ડ કરતાં પણ ગોલ્ડ કાર્ડ મજબૂત હોવાનો દાવો
– અમેરિકન કંપનીઓ વિદેશી વિદ્યાર્થીને સ્પોન્સર કરશે તો તેણે ગોલ્ડ કાર્ડ માટે 20 લાખ ડોલર ખર્ચવા પડશે
ન્યૂયોર્ક-વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને જાણે સોનાની ખાણ સમજી લીધી લાગે છે. તેમણે વિદેશીઓને જે નીચોવવાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે તેનો ગોલ્ડ કાર્ડનું રુડુરુપાળુ નામ આપ્યું છે. દસ લાખ ડોલર ભરો અને ગોલ્ડ કાર્ડ મેળવો અને તે પણ એક જ જણે અને જો કોઈ કંપનીએ આવું કરવું હશે તો વીસ લાખ ડોલર ભરવા પડશે, એમ તેમણે આજે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું.
