
Indigo Airlines Flight Issue : દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોએ ક્રૂની અછત, ટેકનિકલ ખામી સહિત અનેક કારણોસર 200થી વધુ ફ્લાઇટો રદ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, બેંગલુરુ-મુંબઈ સહિત ઘણાં ઍરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવા ઉપરાંત મોડી પડી છે. કંપનીએ કહ્યું છે કે, સંચાલક સ્ટાફની અછત હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે.
ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટો રદ કરવી પડી : ઇન્ડિગો પ્રવક્તા
ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘ઘણા દિવસોથી ટેકનિકલ ખામીની સમસ્યા, ઍરપોર્ટ પર ભીડભાડ, સંચાલન સંબંધિત જરૂરિયાતોના કારણે અનેક ફ્લાઇટોમાં વિલંબ થયો છે, જ્યારે કેટલીક ફ્લાઇટો રદ કરવી પડી છે.
