
India EU Trade Deal: યુરોપિયન યુનિયન (EU) અને ભારત વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર(ટ્રેડ ડીલ) થવા જઈ રહી છે, જેને વૈશ્વિક સ્તરે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ તરીકે જોવામાં આવી રહી છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી. આ ડીલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓનો સામનો કરી રહેલા ભારત માટે એક મોટી રાહત અને વ્યૂહાત્મક જીત સમાન માનવામાં આવે છે.
મુખ્ય મુદ્દાઓ અને ડીલની વિગતો
આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) દ્વારા ભારત અને યુરોપના આશરે 200 કરોડ લોકોનું બજાર એકબીજા સાથે જોડાશે.
