
Tarique Rahman On India-Bangladesh Relations : બાંગ્લાદેશની ચૂંટણીમાં ‘બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ (BNP)એ પ્રચંડ વિજય મેળવ્યા બાદ પાર્ટીના અધ્યક્ષ રહેમાને આજે પ્રથમવાર દેશને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે વિશ્વભરને મેસેજ આપવાની સાથે બાંગ્લાદેશની નીતિ, જૂની સરકારની ભૂલો અને ભારત-બાંગ્લાદેશના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે.
આજથી બાંગ્લાદેશ આઝાદ : તારિક રહેમાન
બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને સંબોધનમાં કહ્યું છે કે, તેઓ બીએનપી સરકારની ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ નીતિ પર કામ કરશે. તેમણે સંબોધનમાં પાવલફુલ લાઈનો ઉલ્લેખ કરીને અને બાંગ્લાદેશની સ્થિતિ બદલવાના સંકેત આપીને કહ્યું કે, ‘આજથી બાંગ્લાદેશ આઝાદ છે, આજથી આપણે સ્વતંત્ર છીએ.
