ભાવનગરમાં 10 થી વધુ રોડ બિસ્માર, મહાપાલિકા નિષ્ક્રીય

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized

– ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈન નાખવા રોડ ખોદી નખાયા

– મહાપાલિકાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ, ઝડપી કામગીરી પૂર્ણ કરવા માંગણી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં મોટાભાગના કામ સમયસર થતા નથી અને ત્યારબાદ સમય મર્યાદા વધારવામાં આવે છે તેથી લોકો પરેશાન થતા હોય છે, હાલ આવુ જ શહેરમાં જોવા મળી રહ્યુ છે. શહેરમાં કેટલાક રોડ બિસ્માર હાલતમાં છે છતાં રોડની કામગીરી ઝડપી કરવામાં આવતી ન હોવાથી લોકો કકળાટ કરતા નજરે પડી રહ્યા છે. 

ભાવનગર શહેરમાં ૧૦થી વધુ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં સંસ્કાર મંડળથી રૂપાણી તરફ જવાનો રોડ, ભાંગલીગેટથી સિંધુનગર, તળાજા જકાતનાકાથી ઘોઘા રોડ, સંસ્કાર મંડળથી સિંધુનગર, ઘોઘા રોડ, કુંભારવાડા, નારી, અધેવાડા, તરસમિયા, અકવાડા વગેરે વિસ્તારના રોડનો સમાવેશ  થાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *