એક લાખ રૂપિયા ઉપર રૂ.400 જેટલા મામૂલી કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપવાનું મોટા કૌભાંડનો મહેસાણા સાઈબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુજરાત સહિત અન્ય 7 રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના રૂપિયા પણ ભાડેથી લેવાયેલા આ એકાઉન્ટમાં જમા થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસની ટીમ સાયબરના ગુનામાં છેતરાયેલા લોકોના રૂ.1.11 લાખ ખોટી રીતે ખોલેલા એકાઉન્ટમાં જમા થયા બાદ તેને વાપરી નાખનાર અને ખેત પેદાશનો વેપાર કરતી માત્ર કાગળ ઉપર પેઢી બનાવી તેનું એપીએમસીના સર્ટિફિકેટને આધારે ખોટું એકાઉન્ટ અન્યના નામનું ખોલાવી ઓપરેટ કરી તેમાં ફ્રોડ સહિત હવાલાના રૂપિયા નખાવનાર અને એકાઉન્ટધારક ઊંઝાના બે શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત સહિત બેંગ્લુરુ, પટના, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ અને રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં દાખલ થયેલ સાયબર ક્રાઇમની 7 ફરિયાદો અંતર્ગત ઓનલાઈન જેમની સાથે છેતરપિંડી થઈ છે તેમના નાણાં ઊંઝાની બંધન બેંકના ખાતામાં ટ્રાન્જેક્શન થઈને જમા થયા હોવાની નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપરથી મહેસાણા સાઈબર ક્રાઇમ પોલીસને માહિતી મળી હતી. જેને આધારે બંધન બેન્કના 1019000 8433640 નંબરના એકાઉન્ટની તપાસ કરતાં તેમાં 1 એપ્રિલ 2024થી 5 નવેમ્બર 2025 સુધીમાં રૂ.8.53 કરોડનું ટર્નઓવર થયેલું હતું. જે પૈકી રૂ.8.37 કરોડ આ ખાતામાંથી સેલ્ફ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સહિતના સાત રાજ્યોમાં બનેલા સાયબર ફ્રોડના બનાવોના રૂ.1,11,334 પણ જમા થયા હતા અને આ રૂપિયા પણ આજ રીતે ઉપાડવામાં આવ્યા હોવાનું બહાર આવતાં પોલીસે આ એકાઉન્ટની વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હિતેશ ટ્રેડર્સ (એસએફ 252, એસ9 કોમ્પ્લેક્સ, હાઇવે) ઊંઝાના નામે 14 મે 2020થી એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. આ કરંટ એકાઉન્ટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉનાવાના 211 નંબરના લાયસન્સને આધારે ખોલ્યા બાદ જનરલ કમિશન એજન્ટ અને આ પેઢીના ડાયરેક્ટર તરીકે રાવળ હિતેશભાઈ મહેન્દ્રભાઈનું નામ હતું. જેને આધારે પોલીસે હિતેશ રાવળની ધરપકડ કરી, પૂછપરછ કરતાં આ એકાઉન્ટ ખોલવા માટે ઉનાવા એપીએમસીમાં પેઢી ધરાવતા પટેલ ચિરાગ મહેન્દ્રભાઈએ હિતેશ રાવળ અને પિયુષ કાંતિભાઈ પટેલ (રહે. શુભ રેસિડેન્સી, 80 ફૂટ રીંગ રોડ, ઊંઝા) બંને ભાગીદારો હોવાથી પિયુષભાઈના કહેવાથી તેમણે ગેરંટર તરીકે સહી કરી હતી. મહેસાણા જિલ્લાના 100થી વધુ ખાતાઓમાં ક્રિકેટ સટ્ટા, હવાલા, ગેમિંગ અને સાઈબર ફ્રોડના નાણાં જમા થયા છે
જેમના ખાતામાં શંકાસ્પદ લાખો કરોડોના ટ્રાન્જેક્શન થયા છે તેવા મહેસાણા જિલ્લાના અલગ અલગ શહેરોના 100 જેટલા બેન્ક એકાઉન્ટની સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બેંક એકાઉન્ટમાં લાખો કરોડો રૂપિયા ક્રિકેટ સટ્ટા,ગેમિંગ અને હવાલાના તેમજ સાયબર ફ્રોડના ટ્રાન્સફર થયા હોવાનું પોલીસ માની રહી છે. આ બેંક એકાઉન્ટની તપાસ બાદ પુરાવા મળતાની સાથે જ આ બેન્ક એકાઉન્ટના ધારકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ સાયબર ક્રાઈમ પોલીસ કહી રહે છે. રુપિયાની કોઈ લિમિટ ન હોવાથી એપીએમસીની પેઢીના નામે ખાતુ ખોલાવ્યું
સામાન્ય રીતે બેંકમાં એકાઉન્ટ ધરાવતા કોઈપણ એકાઉન્ટ ધારકને તેના ખાતામાં રૂ.50 હજારની રોકડ પણ જમા કરાવી હોય અને ઉપાડવી હોય તો પાનકાર્ડ રજૂ કરવું પડે છે. પરંતુ એપીએમસીમાં ખેતપેદાશનું વેચાણ કરતી પેઢીના નામનું કરંટ એકાઉન્ટ હોય તો તે વેપારીને રોજેરોજ ખેડૂતોને લાખો રૂપિયા ખેતપેદાશ વેચાણના ચૂકવવાના હોવાથી તે તેના એકાઉન્ટમાં જમા પણ કરી શકે છે અને ઉપાડી પણ શકે છે. આથી ઉનાવા એપીએમસીના સર્ટિફિકેટને આધારે માત્ર કાગળ ઉપર જ હિતેશ ટ્રેડર્સ નામની એપીએમસીમાં વેપાર કરતી પેઢી ઊભી કરીને તેના નામનું કરંટ એકાઉન્ટ ખોલાવી તેમાં લાખો કરોડોના ટ્રાન્જેક્શન પિયુષ પટેલ દ્વારા કરાયા છે ઊંઝામાં આઇસ્ક્રીમ પાર્લરમાં નોકરી કરતા હિતેશને ઇન્કમટેક્સ વિભાગે રૂ.32 કરોડની નોટિસ આપી છે
કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન જેના ખાતામાં થયું છે તે હિતેશ રાવળ ઊંઝા શહેરમાં આવેલા આઈસ્ક્રીમના પાર્લરમાં રૂ.10 હજારના પગારથી નોકરી કરે છે. તેના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવા છતાં પણ આઇટી રિટર્ન ન ભરતાં ઇન્કમટેક્સ વિભાગે તેને રૂ.32 કરોડની નોટિસ આપી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. રૂ.
ભાસ્કર ઈનસાઈડ:ઊંઝામાં કાગળ પર પેઢી બનાવી સાયબર ફ્રોડના કરોડોના વ્યવહારનું કૌભાંડ: માત્ર રૂ.400 કમિશન લઇ બેન્ક એકાઉન્ટ ભાડે આપતા હતા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
