ભાસ્કર ઈનસાઈડ:હાથીખાના-ચોખંડીના 3 વેપારીઓનો 738 કિલો તેલનો જથ્થો સીઝ કરાયો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં સિનિયર ધારાસભ્યે તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું ત્યારે પાલિકાની ખોરાક શાખાની ટીમે ચોખંડી, ખોડીયારનગર અને હાથીખાના માર્કેટ યાર્ડમાં 738 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. ખોરાક શાખાને તેલમાં ભેળસેળની શંકા જતા કાર્યવાહી કરી હતી. પાલિકામાં ગત શનિવારે સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠક મળી હતી. જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે તેલમાં થતી ભેળસેળ અને વારંવાર એક જ વેપારી દ્વારા ભેળસેળ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હોવા છતાં તેમની સામે કડક કાર્યવાહી નથી થતી તેવી ફરિયાદ કરી હતી. જેના પગલે ખોરાક શાખાની ટીમે ચોખંડી વિસ્તારમાં આવેલી અમરનાથ ટ્રેડિંગ કંપનીમાં ચેકિંગની કામગીરી કરી હતી. જ્યાં કપાસિયા તેલનો નમૂનો લેતા તે શંકાસ્પદ જણાયો હતો. જેના પગલે રૂ. 69368ની કિંમતનો 478 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. તેવી જ રીતે હાથીખાના વિસ્તારમાં આવેલી પ્રભુલાલ એન્ડ સન્સ હોલસેલની દુકાનમાં ચેકિંગ દરમિયાન સીંગતેલનો 17,923ની કિંમતનો 103 કિલો જથ્થો સીઝ કર્યો હતો. ખોરાક શાખાની ટીમે ખોડીયારનગરમાં મિષા એન્ટરપ્રાઇઝમાં પણ ચેકિંગ કર્યું હતું. જ્યાં પામોલીન તેલનો નમૂનો શંકાસ્પદ જણાયો હતો અને તેના કારણે ₹19,292ની કિંમતનો 148 કિલો જથ્થો સીઝ કર્યો હતો. રિપોર્ટ આવતા પહેલા તેલનો જથ્થો લોકો સુધી ન પહોંચે એટલે સીઝ કરવામાં આવ્યો
તહેવારોમાં લેવાતા નમૂના ને ચકાસણી માટે મોકલતા 15 દિવસ બાદ તેનો રિપોર્ટ આવે છે. તહેવારોમાં ખોરાક શાખાએ જે નમૂનો લીધો છે તે ખાદ્ય ચીજવસ્તુને હજારો લોકો વેપારીને ત્યાંથી ખરીદી કરી આરોગે છે. ખાદ્ય ચીજવસ્તુબીઅનસેફ કે સબ સ્ટાન્ડર્ડ જણાય તો કાર્યવાહી થાય છે. તેવામાં એક જ વેપારીને ત્યાંથી વારંવાર તેલ, દૂધ, પનીર, મસાલા સહિતની ચીજવસ્તુઓમાં ભેળસેળ મળે તો તેનું લાઇસન્સ રદ કરવાની જરૂરિયાત છે. તેલના નમુના લઇ 738 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો છે. સીઝ કરેલો શંકાસ્પદ જથ્થો રિપોર્ટ આવ્યા પહેલા લોકો સુધી ના પહોંચે. અગાઉ પાલિકાની સભામાં ભેળસેળની ફરિયાદ ઉઠી હતી
પાલિકાની સામાન્ય સભામાં ઘી તેલ દૂધ મસાલા સહિતની ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનો મુદ્દો ઉઠાવી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા હોય છે. એક જ વેપારી વારંવાર ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચતો હોવા છતાં તેની સામે કડક કાર્યવાહી થતી નથી. પાલિકા હવે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે. કિશનવાડી- ફતેગંજથી દૂધ અને ઘીના નમૂના લીધા
ખોરાક શાખાની ટીમે કિશનવાડી વિસ્તારમાં બે રિટેલર યુનિટમાં ચકાસણી કરી ગાયનું દૂધ અને ઘીનો નમૂનો લીધો હતો. ફતેગંજની રેસ્ટોરન્ટમાંથી પનીર બટર મસાલા અને મસૂરદાળનો નમૂનો લઇ તેને તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા. તુલસીદાસ ચાર રસ્તા પાસે 19 લારી અને 7 ફૂડ વેડિંગ એસ્ટાબ્લિસ્ટમેન્ટમાં ચેકિંગ કર્યું હતું. એક સ્થળેથી સિન્થેટિક ફૂડ કલર મળતા નાશ કર્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *