ભાસ્કર એક્સક્લુઝિવ:પાટણ શહેર માર્ચ માસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યામાંથી મુક્ત બનશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાટણમાં 50000 વસ્તીને ધ્યાનમાં લઈને 20 વર્ષ પૂર્વે બનાવેલી ભૂગર્ભ ગટરો સામે વર્ષો વર્ષ વસ્તીનો વસવાટ વધતા કનેક્શન વધવાના કારણે પાણીના પ્રવાહ સામે ગટર લાઈનની ક્ષમતા ઓછી હોય શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ હોય પાલિકા દ્વારા ગટરની સમસ્યા દૂર કરવા જીયુડીસી દ્વારા અમૃત-2.0 અંતર્ગત ભૂગર્ભ શહેરના વિસ્તારોમાં 63 કિલોમીટર નેટવર્કમાં ગટરના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનો રૂ.70 કરોડના ખર્ચે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેની લાઇન પાથરવાની અત્યારે 80 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આગામી માર્ચ 2026માં સમગ્ર કામગીરી પૂર્ણ થતા શહેરને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે તેઓ આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. દરરોજ 10 ફરિયાદ નોંધાય છે‎‎
પાટણ પાલિકામાં વિવિધ વિસ્તારોમાંથી‎દરરોજ ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદો‎નોંધાઈ રહી છે જેમાં પ્રતિદિન સરેરાશ ગટર‎ઉભરાવવાની ત્રણ,ગટરમાં ભંગાણ થવાની‎2 અને ગટરમાં પાણી વહન ન કરતું ના‎હોય એવી 5 સમસ્યા હોય છે. જેમાંથી‎નગરપાલિકા દ્વારા માંડ એક કે બે જેટલી‎સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.‎ પાઇપલાઈનથી 5 પમ્પિંગમાં પાણી જશે ત્યાંથી નિકાલ થશે
ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના એન્જિનિયર પિયુષ પાંડે જણાવ્યું હતું કે ડી.પી આર તૈયાર કરાયો છે. જે મુજબ 2026માં કામગીરી પૂર્ણ કરીશું. 2046 સુધીની વસ્તીને ધ્યાનમાં લઈને આ સમગ્ર પ્રોજેક્ટ થઈ રહ્યો છે. જેમાં 63 કિમીમાં 200થી 600 એમએમની પાઇપ લાઈનો અંડરગ્રાઉન્ડ ફીટ કરી 6 પંપિંગ સ્ટેશન સાથે કનેક્શન કરાશે. જેમાં પીતાંબર તળાવ, કરંડીયાવીર, સૂર્યનગર, હાંસાપુર નવું અને હાંસાપુર જૂનું તેમજ એક નવું જીઈબી નજીક પંપીંગ સ્ટેશન ઊભું કરાશે. આ તમામ પંપિંગ સ્ટેશનમાં ભૂગર્ભનું પાણી આવશે અને ત્યાંથી મોટર મારફતે માખણીયા એસટીપી પ્લાન ઉપર નિકાલ થશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *