ભાસ્કર એક્સક્લુઝિવ:200 પ્રાથ.શાળાના શિક્ષકો બીએલઓ : બાળકોને વેકેશન

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પંચમહાલમાં 13 લાખ જેટલા મતદારોની એસઆ ઇઆર મુજમ મતદારયાદી સુધારણા માટે જિલ્લાની 1380 પ્રાથમીક શાળાઓ માંથી 1100 શિક્ષકોને બીએલઓ તરીકેની ફરજ આપી છે. શિક્ષકો બાળકોને અભ્યાસ સાથે એસઆઇ આરની કામગીરી કરતા હતા. ત્યારે બાદ તમામ બીએલઓને પુરો સમય મતદાર યાદી સુધારણાની કામગીરી સોપતા શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઘટતા બાળકોના અભ્યાસ પર અસર જોવા મળી હતી. એસઆઇ આરની કામગીરી વેગવંતી બનાવવા બીએલઓની સાથે સહાયક મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી તંત્ર દ્વારા જિલ્લાની 1,380 પ્રાથમિક શાળાઓ માંથી 200 ઉપરાંત શાળાના સંપૂર્ણ શિક્ષકોની બીએલઓ સહાયત તરીકેના હુકમો કરી દેવામાં આવ્યા છે. આવી 40ટકા શાળાના શિક્ષકો સહાયક તરીકેની કામગીરીમાં જતા શાળામાં શિક્ષકો ના હોવાથી બાળકોનુ શિક્ષણ ખોરંભે પડ્યુ છે. શાળાના તમામ શિક્ષકોને સહાયકમાં ઓર્ડર કરતાં શિક્ષકોની શાળા બંધ કરવી કે નહિ તેની મુંઝવણમાં મુકાઇ ગયા છે. ત્યારે જિલ્લાની 40 ટકા શાળાઓના શિક્ષકોની સહાયક તરીકે મુકાતા જિલ્લાના તમામ શિક્ષક સંધ દ્વારા વિરોધ કરીને શાળામાં બે કે ત્રણ શિક્ષકોની શાળા અભ્યાસ માટે રાખીને એસઆઇ આરની કામગીરી કરાવે તેવી માંગ કરી છે. શિક્ષણની સાથે એટીવીટીની કામગીરી પણ ઠપ
રાજ્યમાં એસઆઇઆરની કામગીરીમાં પંચમહાલ જીલ્લો 25 મા નંબર પર છે. આમ જિલ્લામાં એસઆઇઆરની ધીમી કામગીરીને ઝડપી બનાવવા બીએલઓ સાથે સહાયક મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના લીધે જિલ્લાની 200 થી વધુ શાળાઓના તમામ શિક્ષકોને સહાયક તરીકેના હુકમો કરવામાં અાવ્યા છે. જેના લીધે શાળાઓમાં વર્ગખંડમાં શિક્ષકો વગર બાળકો બેસી રહ્યા હતા. તેમજ એટીવીટી વિભાગમાં એસઆઇઆરને લગતી કામગીરી કરવા અરજદારો દાખલા કઢાવવા આવતા એટીવીટીમાં કોમ્પયુટર ઓપરેટર ન હોવાથી તેઓને ધક્કા ખાવાની નોબત આવી છે. જિલ્લામાં એસઆઇઆરની કામગીરી ઝડપી કરવા આયોજન વગર શાળાઓના શિક્ષકોને કામગીરી સોપતા બાળકોના અભ્યાસ પર અસર પડી છે. સહાયક તરીકેના હુકમથી અભ્યાસ બગડે છે
પંચમહાલમાં 1380 પ્રા.શાળાઓમાં મોટા ભાગના શિક્ષકોને બીએલઓની કામગીરી સોપી દીધી છે. આજે જિલ્લાની 40 ટકા શાળાઓના તમામ શાળાઓના શિક્ષકોને સહાયક તરીકેના હુકમ કરતા બાળકોના અભ્યાસ બગડી રહ્યો છે. જેથી જિલ્લા કલેકટરને રજુઆત કરીશુ કે 5 શિક્ષકો ધરાવતી શાળાઓમાંથી 3 શિક્ષકોની બીએલઓની કામગીરી અાપે જેથી એસઆઇઆરની અને બાળકોના અભ્યાસ બંને કામગીરી થાય. – અરવિંદસિંહ પરમાર, ચેરમેન, શિક્ષણ વિભાગ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *