બીએપીએસ સંસ્થામાં ગુરુપદે બિરાજમાન થયા બાદ પ્રથમ વખત મહંત સ્વામી મહારાજનો વડોદરામાં 2 ફેબ્રુઆરીના રોજ 92મો જન્મ જયંતી મહોત્સવ ઊજવવામાં આવશે. આ મહોત્સવને પગલે વડોદરાના 1700 બાળકોએ આદર્શ પૂજા કરવાનો નિયમ લીધો છે. આ સાથે 16મીએ વડોદરામાં અટલાદરા, માંજલપુર, તરસાલી સહિત 25 બીએપીએસ મંદિરોમાં 6 થી 13 વર્ષના 1250 બાળકોએ સમૂહ પૂજામાં ભાગ લીધો હતો. મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી 2 લાખથી વધુ ભક્તો વડોદરા આવશે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જન્મ જયંતી મહોત્સવમાં આવવાના હોવાથી તે માટે સંસ્થા દ્વારા વડોદરા શહેરની આસપાસ મોટા મેદાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. 92મી જન્મ જયંતી નિમિત્તે બે મહિનાથી પ્રતિ માસ એક રવિવારે ‘થઈએ મહંતજીના માનસ પુત્રો’ કેન્દ્ર વર્તી વિચાર અન્વયે રવિ સભા થાય છે. આનંદ સ્વરૂપ સ્વામીએ રવિવારે કેળવીએ દાસત્વ ભાવ વિષયક અદ્ભુત વક્તવ્ય રજૂ કર્યું હતું. સાથોસાથ જણાવ્યું હતું કે દાસત્વ ભક્તિએ ઉપાધિ નહીં પરંતુ ઉપલબ્ધિ છે. આ સભામાં આશરે 7 હજારથી વધુ ભાવિક ભક્તો એક સરખા ગણવેશ પરિધાન કરી શિસ્તબદ્ધ રીતે આસનસ્થ હતા. પૂ.મહંત સ્વામીએ લખેલા સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક 15 હજાર બાળકે મોઢે કર્યા
મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં શ્ર્રેય-પ્રેય એટલે કે આલોકથી પરલોક વિશે 315 સંસ્કૃત શ્લોકમાં વર્ણન કર્યું છે. આ શ્લોકને દેશ-વિદેશના 15,666 બાળકોએ મોઢે કર્યા હતા. જેમાં વડોદરાના 1247 બાળકોએ પણ મહંત સ્વામી મહારાજની 92મા જન્મ જયંતી મહોત્સવને લઈને આ શ્લોક મોઢે કર્યા છે. ભાસ્કર નોલેજ આદર્શ પૂજા એટલે શું ?
ભાસ્કર એક્સક્લુસિવ:મહંત સ્વામીના 92મા જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે 1700 બાળકોએ આદર્શ પૂજાનો કરવાનો સંકલ્પ લીધો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
