ભાસ્કર એક્સક્લુસિવ:સોનાનું સિંહાસન, ચાંદીના દ્વાર ; 4 કરોડના ખર્ચે 200 વર્ષ પૌરાણિક મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા થશે

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

શહેરની ભાગોળે પાળ ગામ ખાતે આવેલા શ્રી નકલંક મંદિર (ઠાકરદ્વારો) સંત શ્રી આંબેવપીર ધામનો ભવ્ય પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.26 નવેમ્બર બુધવારથી તા.5 ડિસેમ્બર શુક્રવારના રોજ યોજાશે. 200 વર્ષ પૌરાણિક આ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા કરાઇ જેમાં અયોધ્યા મંદિરની જેમ બંસીપાલ પથ્થરથી 4 કરોડના ખર્ચે આ મંદિર બનાવાયું છે. જેમાં ભગવાનને સોનાનું સિંહાસન, ઠાકોરજીના મુગટ સોનાના તથા નીજ મંદિરના દ્વાર ચાંદીના બનાવાયા છે. આ મંદિરમાં આંબેવપીર બાપાની સમાધિ પણ છે. આ અવસર પર ગામમાં ઘેર-ઘેર રંગોળી, પુષ્પથી સજાવટ તથા ગામના દરેક દેવસ્થાનને સુશોભિત કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં તા.26થી 28 ત્રણ દિવસ વિષ્ણુયાગ યજ્ઞ, તા.28એ બપોરે બીડું હોમાશે, 27મીએ સેવક ગણ દ્વારા બાપાની નગરયાત્રા તથા રાત્રે 9 વાગ્યે લોકડાયરો યોજાશે, 29મીએ સવારે 8 વાગ્યે કથાના વક્તા સુરતના 1008 મહામંડલેશ્વર ક્ષિપ્રાગીરીબાપુ દ્વારા પોથીયાત્રા નીકળશે. રાત્રે સંત આંબેવપીર બાપાનું આખ્યાન, 30મીએ રાત્રે 9 વાગ્યે રામામંડળ, તા.1 ડિસેમ્બરે 9 વાગ્યે શ્રીનાથજીની ઝાંખી તથા 45 કલાકાર દ્વારા ઠાકોરજીના 8 પહોરના દર્શન રજૂ કરાશે, તા.2ના રોજ લોકડાયરો, તા.3ના રોજ પરંપરાગત પહેરવેશમાં ભવ્ય સમૂહરાસ, તલવારબાજી, મણિયારો રાસ, મહેર સમાજનો રાસ રજૂ થશે. બપોરે 5 વાગ્યે ઇશ્વરિયા ગામથી ઠાકોરજી અને રુક્મિણી માતાના લગ્ન અવસરે 8થી 10 હજાર લોકોની જાન આવશે, તા.4ના રોજ રાત્રે 9 વાગ્યે રામધૂન, તા.5ના રોજ 11 દીકરીના સમૂહલગ્ન અને કથાની પૂર્ણાહુતિ થશે. આ તકે આંબેવપીર ભગત પરિવારના ધર્મગુરુ સંજયદાસબાપુ, ઘનશ્યામગીરીબાપુ, રબારી સમાજના કનીરામબાપુ, નાનાભાઇ ભરવાડ સમાજના ધર્મગુરુ રામબાપુ તથા સતાધારના વિજયબાપુ સહિતના અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ રહેશે. આ મંદિર 18 વરણના આસ્થાનું પ્રતીક તથા જે લોકો દ્વારકા ન પહોંચી શકે તે દરેકનું દ્વારકા છે. આ તકે 4 લાખ ભક્તોનું આયોજન કરાયું છે. આંબાબાપાનો રોટલો શ્રીકૃષ્ણ જમવા આવ્યા હતા


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *