નિતુરાજસિંહ પુવાર
મહીસાગર જિલ્લામાં અઢી માસ પૂર્વે થયેલી અજંતા એનર્જી પ્રા. લિ.ની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ યુવાનોના પરિવારમાં હજુ પણ શોકનો અંધકાર છવાયેલો છે. 4 સપ્ટેમ્બરના રોજ 5ના મોતની બનેલી આ કરુણાંતિકાને અઢી માસ વીતી જવા છતાં, જિલ્લા તંત્ર દ્વારા દુર્ઘટના માટે જવાબદારોને શોધવા રચાયેલી કમિટીનો અહેવાલ હજી સુધી રજૂ કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ કમિટીના રિપોર્ટના આધારે દુર્ઘટના જવાબદારો પર કાર્યવાહી કરવામાં આવશે તેવું જે તે સમયે જણાવનાર સ્થાનિક પોલીસ દ્વારા કંપનીના મેનજર અને કર્મચારીની ધરપકડ કરી જામીનપાત્ર ગુનો હોવાથી જામીન આપી છોડી મૂક્યા હતાં. ત્યારે સમગ્ર બેજવાબદારી ભરી ઘટનામાં તંત્ર દ્વારા પ્રારંભે શુરા જેવી ભુમીકા નિભાવ્યા બાદ તપાસના અંતે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. દોલતપુરા ખાતે બનેલ ગોઝારી ઘટનામાં રાજ્યભરમાં પડઘો પડ્યો છે અજંતા એનર્જી કંપનીની બેદરકારીથી પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે પાંચ લોકોના મોતની જવાબદારીમાં કંપનીના માલિક અને મોરબી દુર્ઘટનાના જવાબદાર જયસુખ પટેલનું નામ આવતા જ દોડધામ મચી હતી. જોકે ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ માટે તપાસ કમિટિ બનાવવવામા઼ આવી હતી. અને તેના માટે કોણ જવાબદાર છે ? તેના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરવાની હતી. પરંતુ સૌથી આશ્યર્ચ જનક વાત એ છે કે, હજુ કમિટિના અધ્યક્ષ પ્રાંત અધિકારી કહે છે હજુ રિપોર્ટ જમા કરાવ્યો નથી. તે પહેલા તો તપાસ અધિકારીએ કંપનીના મેનેજર અને સુપરવાઇઝરને દુર્ઘટના માટે જવાબદાર દર્શાવી ધરપકડ કરી લીધી હતી. અને જામીનપાત્ર ગુનો હોવાથી જામીન મુક્ત થયા હતાં. એક તરફ ઘટનાને અઢી માસ વીત્યા તપાસ કમિટીએ હજી સુધી જવાબદાર નક્કી કરી શકી નથી. ગુનામાં તપાસ થી લઈ જવાબદાર નક્કી કરવામાં કમિટી એ અત્યાર સુધીમાં શું તપાસ કરી ? તેની માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે. પરંતુ પુરની સ્થિતિ હોવા છતાં કામ ચાલુ રાખનારા કંપનીના મલિક જયસુખ પટેલ સામે કેમ કાર્યવાહી નથી થઇ ? તેની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે તંત્રની સૂચનાને અવગણી કંપની ચાલુ રાખનાર મુખ્ય માલિક સુધી તપાસનો ગાળિયો કસાશે કે કેમ તે જ મોટો સવાલ છે ઉલ્લેખનિય છે કે, કડાણા ડેમમાંથી પાણી છોડાતુ હોવા છતાં સરકારી જાહેરનામા બાદ પણ કામગીરી ચાલુ રાખવામાં આવતાં અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ શુ કાર્યવાહી થાય છે તેની પર સાૈની મીટ છે. અઠવાડિયામાં રિપોર્ટ કલેક્ટરને સોંપી દઇશું
આ બાબતે અગાઉ કમિટીના સભ્યોના રિપોર્ટ આવી ચૂક્યા છે પોલીસનો રિપોર્ટ બે દિવસ અગાઉ મળ્યો છે. જે હજી પોલીસ નો જે રિપોર્ટ આવ્યો છે. તે હજી જોયો નથી. પણ અઠવાડિયામાં તમામ રિપોર્ટ કલેક્ટરને સોંપી દઇશું. – ક મિટી અધ્યક્ષ પ્રાંત અધિકારી લુણાવાડા ધરપકડ કરી જામીન મુક્ત કર્યા છે
આ ઘટનામાં કંપનીના મેનેજર અને સુપરવાઈઝર ની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન લાયક ગુનો હતો એટલે જામીન મુક્ત કર્યા છે આગળની તપાસ ચાલુ છે. – ડી પી ચૂડાસમા, તપાસ અધિકારી. કંપનીના મેનેજર અને સુપરવાઇઝર સામે ગુનો
પોલીસે અગાઉ આ ઘટનામા કમિટી ના રિપોર્ટ બાદ શ્રમિકોના મોત નો જવાબદાર નક્કી કરશે અને કમિટીના રિપોર્ટ બાદ પોલીસ ગુનેગારોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. જ્યારે પોલીસે આ ઘટનામાં કંપનીના કર્મચારીઓને માથે પાંચ લોકોના મોતની જવાબદારી થોપી જામીન આપ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ખરેખર આ ઘટનામાં જ્યારે કમિટી એ હજી રિપોર્ટ રજૂ કર્યો નથી તે પહેલા જ પોલીસે કંપનીના મેનેજર અને સુપરવાઈઝર સામે ગુનો દાખલ કેવી રીતે કર્યો અને ક્યારે ધરપકડ કરી જામીન મુક્ત કર્યા ? આ ઘટનામાં પોલીસ ને કંપનીના કર્મચારીઓની જવાબદારી છે. તેવું નક્કી કરવામાં કોણે મદદ કરી તે અંગે તર્કવિતર્ક સર્જાયું છે
ભાસ્કર એક્સક્લૂસિવ:દોલતપુરા 5ના મોતની ઘટનામાં ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલાં 2ની ધરપકડ બાદ જામીન મુક્ત થયા
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
